હર્ષ હોસ્પિટલમાં ગર્ભાશયના મુખની તપાસ (પેપ સ્મિયર),
ગર્ભાશયના કેન્સર ની રસી અને
ગર્ભાશયના મુખની ચાંદી લેસરથી સારવાર ઉપલબ્ધ છે
- Cervical Erosion (ગર્ભાશયની ચાંદી) એટલે કે ગર્ભાશયના મુખની અંદર ના કોષો જે બહારની બાજુ આવે છે અને જેના કારણે ગર્ભાશયના મુખ પર ચાંદી થાય છે. જેનાથી સફેદ પાણી અને ક્યારેક ક્યારેક ગર્ભાશયના મોઢા પરથી રક્તસ્ત્રાવ થાય છે. આની જાણ દર્દીને જો ગાયનેકોલોજિસ્ટ ની જોડે નિયમિત તપાસ કરાવે તો થાય છે.
- ગર્ભાશયના મુખની ચાંદી થવાના કારણો એમાં મુખ્યત્વે Hormonal
imbalances ના
કારણે થાય છે. જો ગર્ભાશયના મુખ પર કોઈ ઈજા થાય છે તો પણ એમાં ચાંદી જોવા મળે છે. જો તમે Vaginal
douching
કરતા હોય તો પણ એમાં રહેલા કેમિકલ્સના કારણે પણ ચાંદી જોવા મળે છે. જો તમને ગર્ભાશયના મોઢા પર કોઈ ચેપ લાગેલો છે અથવા તો Sexually Transmitted Infection ના કારણે પણ ચાંદી જોવા મળે છે. જો તમે ગર્ભાશયના મોઢા પર કોઈ સર્જરી કરાવી હોય તો પણ એવા કિસ્સામાં ચાંદી જોવા મળે છે.
- Human Papillomavirus નામના Virus ના કારણે પણ ગર્ભાશયના મુખનું કેન્સર જોવા મળતું હોય છે.
- હવે ગર્ભાશયના ચાંદીના કિસ્સામાં યોની માર્ગની જગ્યાએથી સફેદ અથવા તો પીળા કલરનો સ્ત્રાવ થતો હોય છે. ક્યારેક બે માસિક ની વચ્ચે લોહીના ડાઘા (Spotting) અથવા તો શારીરિક સંબંધ પછી રક્તસ્ત્રાવ થતો હોય છે અને કોઈ કોઈ દર્દીઓ ને માસિક વખતે દુખાવો પણ થતો હોય છે.
- ગર્ભાશય મુખની ચાંદી મુખ્યત્વે લાલ અથવા પીળા રંગની ચાંદી હોય છે. દરેક મહિલાઓએ દર ત્રણ વર્ષે ગર્ભાશયના મુખના અંદરના પાણીની તપાસ જેને કે પેપટેસ્ટ કહેવામાં આવે છે. તે દર ત્રણ વર્ષે કરાવવો જોઈએ અને જો શક્ય હોય તો ગર્ભાશય ના મુખ ની કેન્સરની રસી લેવી જોઈએ ગર્ભાશયના મુખની ચાંદી જે નાની હોય અને કોઈ તકલીફ ન હોય તો દર છ મહિને તેની તપાસ કરાવી જોઈએ જો ગર્ભાશયને મુખની ચાંદી મોટી હોય તો ગર્ભાશયના મુખની બાયોપ્સી લઈને ગર્ભાશયના મુખનું કેન્સર છે કે નહીં તેની તપાસ કરાવી જોઈએ.
- હવે લેસરની મદદથી પણ ગર્ભાશયના મુખની ચાંદી ની સારવાર થઈ શકે છે જેમાં દર્દીને બેભાન કરવું પડતું નથી.
- હર્ષ હોસ્પિટલમાં ગર્ભાશયના મુખની તપાસ (Pap smear), ગર્ભાશયના કેન્સર ની રસી અને ગર્ભાશયના મુખની ચાંદી લેસરથી સારવાર ઉપલબ્ધ છે