![]() |
સ્તનપાન (ધવડાવવા) ની રીત |
Ø સ્તનપાન:શરૂઆત
v પોતાના વહાલ સોયા બાળકને પ્રથમ વખત સ્તનપાન કરાવવુ એ દરેક માતાના જીવનની સૌથી વધારે સુખદ અને સંતોષ આપનારી પળોમાની એક હોય છે.
v સામાન્ય રીતે પ્રસૂતિ પછી પ્રથમ બે થી ત્રણ દિવસ સુધી સ્તન માંથી ઘાટુ પીળાશ પડતું ચિકાશયુક્ત પ્રવાહી થોડા થોડા ટીંપા સ્વરૂપે આવે છે.જે ને શરૂઆતનું દૂધ કે કોલોસ્ટ્રોમ તરીકે ઓળખવામાં આવે છે.
v આ શરૂઆતના દૂધમાં નવજાત શિશુ ને જરૂરી એવાં પોષક તત્વો પૂરતા પ્રમાણ માં હોય છે.તેમજ નવજાત શિશુને જીવનપર્યંત રોગપ્રતિકારક શક્તિ પ્રદાન કરતા અતિ મૂલ્યવાન એવા રોગપ્રતિકારક તત્ત્વો પણ ભરપૂર માત્રા માં હોય છે.
v તેથી જ આ શરૂઆતનું દૂધ ફેંકી દેવાને બદલે જન્મ પછીના એક કલાકમાં જ નવજાત શિશુને આપવાની શરૂઆત કરી દેવી જોઈ.
Ø સામાન્ય દૂધનો પ્રવાહ 48 થી 72 કલાકમાં શરુ થતો હોય છે તેથી પહેલેથી જ ધાવણ આવતું નથી એવી ચિંતા કરવાથી ધાવણના સ્ત્રાવ પર માઠી અસર પડે છે.
Ø મન સદા પ્રફુલ્લિત રાખવું તેનાથી ધવનના સ્ત્રાવ પર સારી અસર થાય છે.
Ø બાળકને ગળથુથી આપવાની કોઈ જ જરૂર નથી કારણ કે શુદ્ધતા બાબતે પુરતી કાળજી રાખવામા આવી ન હોય તો બાળકને ચેપ લાગી બીમારી થઈ શકે છે.
Ø પ્રથમ 6 માસ સુધી માતાનું ધાવણ એ જ બાળક માટે સંપૂર્ણ આહાર છે અને પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ હોય છે પ્રથમ 6 માસ સુધી બાળકને ફક્ત અને ફક્ત માતાનું ધાવણ જ આપવું જોઈએ.
Øસ્તનપાન (ધવડાવવા) કરાવવાની રીત :-
v જે સ્થિતિમાં માતાને આરામદાયક હોય તે સ્થિતિમાં બાળકને સ્તનપાન કરાવવું.
v સ્તનપાન કરાવતી વખતે શક્ય હોય ત્યાં સુધી પોતે વધુ વાંકા ન વળતા બાળકને ઉંચુ કરી સ્તન સુધી લાવવું.
v બાળકનું માથુ શરીરના ભાગ કરતા ઉંચુ રહે તેનો ખ્યાલ રાખવો.
v પોતાના દૂધથી ભારે થયેલ સ્તનથી બાળકનું નાક દબાઈ ન જાય અને ગુંગળામણ ન અનુભવે એનું ધ્યાન રાખવું તેના માટે ડીંટડીના ઉપર નીચેના ભાગે આંગળી રાખવી.
Ø સ્તનપાન કરતી વખતે બાળક ફક્ત ડીંટડી મોઢામાં ન લે પરંતુ ડીંટડીની આસપાસનો કાળો થયેલ ભાગ પણ હોઠ વડે દબાવે તો ધાવણ સરળતાથી વહે છે.તેનાથી ડીંટડીમા ચીરા પણ પડતા નથી અને બાળકના પેટમા હવા ઓછી જાય છે અને દૂધ વધારે જાય છે.
Ø બાળકને બંને છાતીએ વારાફરથી ધવડાવવું જોઈએ.
Ø ધવડાવ્યા બાદ બાળકને પોતાના ખભા પર ઉભુ રાખી પીઠ થબથબાવી ઓડકાર ખવડાવવો જોઈએ.તેનાથી બાળકના પેટમાં ગયેલ હવા બહાર નીકળી જાય છે.
Ø છેલ્લે સામાન્ય ભીના કપડાથી બાળકનું મોં સાફ કરી દેવું.
Contact us:
![]() |
Dr.Hitesh Patel M.D (Gynaec) D.G.O Laparoscopic Surgeon |
http://harshhospitals.com/
09913233538